Friday, April 19, 2024
HomeGujaratરાજકોટ રેલવે સ્ટેશન પર ટેરાકોટા માટીથી બનેલા વાસણોનો સ્ટોલ શરૂ કરાયો

રાજકોટ રેલવે સ્ટેશન પર ટેરાકોટા માટીથી બનેલા વાસણોનો સ્ટોલ શરૂ કરાયો

દેશભરમાં સ્થાનિક ઉત્પાદનોને લોકપ્રિય બનાવવા ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ યોજના હેઠળ રાજકોટ રેલવે સ્ટેશન પર ટેરાકોટા માટી lથી બનેલા વાસણોનો સ્ટોલ શરૂ કરવામાં આવ્યા છે. આ સ્ટોલ પર ટેરાકોટા માટીમાંથી બનેલી માટીના રસોઈના વાસણો, પાણીના ગ્લાસ, બોટલ, વાટકી, બાઉલ,લોઢી, વાટર જગ સહિતની ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે, જે મુસાફરોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

- Advertisement -
- Advertisement -

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય બજેટમાં જાહેર કરાયેલ ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ યોજનાને અમલમાં મૂકવા સમગ્ર પશ્ચિમ રેલવેમાં રાજકોટ સ્ટેશનની પસંદગી કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન અને સીનિયર ડીસીએમ અભિનવ જેફે સ્ટોલની મુલાકાત લીધી હતી અને મુસાફરો પાસેથી પ્રતિભાવો લીધા હતા. રાજકોટ ડિવિઝન દ્વારા શરૂ કરવામાં આવેલી આ નવતર પહેલને મુસાફરોએ ખૂબ જ વખાણી છે. હાલમાં રાજકોટ સ્ટેશન પરનો આ સ્ટોલ 22 માર્ચ, 2022 થી 15 દિવસ માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!