Saturday, April 20, 2024
HomeGujaratમોરબીમાં શહીદદિન નિમિત્તે નીલકંઠ વિદ્યાલય દ્વારા શહીદ સ્મૃતિ રેલી યોજાઈ

મોરબીમાં શહીદદિન નિમિત્તે નીલકંઠ વિદ્યાલય દ્વારા શહીદ સ્મૃતિ રેલી યોજાઈ

અમર શહીદ વીર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના બલિદાન દિવસ 23 માર્ચને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોરબીની નિલકંઠ વિદ્યાલય દ્વારા શહીદ સ્મૃતી રેલીનું આયોજન કરવામા આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ અપાવવા સ્વતંત્ર્યની લડત આપનાર ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને તા. 23 માર્ચ 1931 ના રોજ લાહોર જેલમાં ફાંસી આપાઈ હતી. ત્યારે વિદ્યાર્થીઓમા રાષ્ટ્ પ્રેમ ભાવ જન્મે અને અને આઝાદીની લડતમાં મહામુલું યોગદાન આપનાર ક્રાન્તિકારીઓ વિસરાય ન જાય તેવા ઉમદા ભાવથી નિલકંઠ વિદ્યાલયના ધો. પાંચ થી અગિયારના વિધાર્થીઓ દ્વારા શહીદ સ્મૂતી રેલી યોજાઈ હતી જેમાં 850 જેટલા વિધાર્થીઓ જોડાયા હતા આ તકે 250 વિદ્યાર્થીઓ આર્મીની વેશભૂષા અને 50 વિધાર્થીઓ એરફોર્સ થતા 50 વિધાર્થીઓ નેવી અને 75 વિદ્યાર્થીઓ અમર ક્રાંતિકારીઓની વેશભૂષામાં સજ્જ થઈ જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!