મોરબીના લગધીરપુર રોડ પર આવેલ મફતીયા પરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે રેઇડ કરી દારૂ, બિયરના જથ્થા સાથે આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે રૂપિયા ૧.૫૦ લાખનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દારૂના જથ્થા અંગે સીટી બી ડિવિઝન પોલીસને મળેલી બાતમીને પગલે પોલીસે મોરબીના લગધીરપુર રોડ ઉપર મફતીયાપરા વિસ્તારમા આવેલા શિવાજી કારખાના સામે આરોપીના રહેણાંક મકાનમાં રેઇડ કરી વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની ૨૪૫ નંગ બોટલ જેની કી.રૂ .૧,૪૫,૫૫૦ તથા બીયર ટીન નંગ -૪૮ કિ.રૂ .૪,૮૦૦ મળી કુલ રૂ .૧,૫૦,૩૫૦ ના મુદામાલ સાથે આરોપી શામજી રઘુભાઇ સારલા (ઉવ .૪૬)ને ઝડપી લીધો હતો.
આ કામગીરી દરમિયાન એલ.એન.વાઢીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ બાવળીયા, ભગવાનભાઇ ખટાણા, વનરાજભાઇ ચાવડા, કોન્સ્ટેબલ દેવશીભાઇ મોરી, કલ્પેશભાઇ ગાંભવા, ભરતભાઇ ખાંભરા, કેતનભાઇ અજાણા , પ્રદિપસિંહ ઝાલા, ઇકબાલભાઇ સુમરા, રમેશભાઇ મુંધવા, ધર્મેન્દ્રભાઇ રાંકજા, જોરૂભા રાઠોડ, ચંદ્રસિંહ પઢિયાર, સંજયભાઇ લકુમ, કિર્તીસિંહ જાડેજા સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.









