Friday, May 17, 2024
HomeGujaratમોરબીમાં ૨૪માં હિન્દુ મુસ્લિમ સમૂહ લગ્ન યોજાશે

મોરબીમાં ૨૪માં હિન્દુ મુસ્લિમ સમૂહ લગ્ન યોજાશે

મોરબીમાં ૨૪માં હિન્દુ મુસ્લિમ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. હઝરત બાવા એહમદશાહ ગ્રુપ દ્વારા કોમી એકતામાં પ્રતીક એવા મંડપ નીચે દર વર્ષની જેમ આ વર્ષે પણ ૫૧ હિન્દુ અને ૫૧ મુસ્લિમ યુગલોના નીકાહ અને મંગલ ફેરા સાથે સમૂહ લગ્ન યોજાશે.

- Advertisement -
- Advertisement -

 

મોરબી મુકામે વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી કોમી એકતાના પ્રતીક સર્વ ધર્મ સન્માન સાથે સર્વ સમાજમાં લોકપ્રિય સૈયદ હાજી એમદ હુસેન મીયા કાદરી દ્વારા શરૂ કરવામાં આવેલ સમુહ લગ્નનું આયોજન છેલ્લા ૨૩ વર્ષથી રાબેતા મુજબ ચાલી રહ્યું છે. જેમાં આ વર્ષે ૫૧ હિન્દુ ૫૧ મુસ્લિમ નવ દંપતીઓ એમ કુલ ૧૦૨ જીવનસાથી નવા જીવનની શરૂઆત એક જ મંડપ નીચે મુસ્લિમ રીત રિવાજ મુજબ કલમાં પઠી નિકાહ કરે છે તો હિન્દુ નવદંપતીઓ વિધિના મંત્રો સાથે મંગળફેરા ફરી સાધુ સંતો અને ફકીરોની હાજરીમાં કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે. રાજકીય સામાજિક સહિત સંસ્થાઓના આગેવાનો વગેરે મહાનુભાવો આ કોમી એકતાના ઉદાહરણ ભાગરૂપે યોજાતા સમૂહ લગ્નમાં હાજરી આપે છે. આ વર્ષે તા. ૦૯/૦૬/૨૦૨૪ને રવિવારના રોજ બાવા એહમદશાહ ગ્રુપ દ્વારા ૨૪માં સમૂહ લગ્નનું આયોજન કરાયું છે જેની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. જેમાં જરૂરિયાતમંદ દુલ્હા-દુલ્હન, વર-કન્યા સમયસર તેના અંતગર્ત ફોર્મ મેળવી સમયસર જમા કરાવી દે તેમ બાવા એહમદશાહ ગ્રુપ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે. જેમાં ફોર્મ મેળવવા માટે (૧) ઈકબાલભાઈ હુસેનભાઇ રાઠોડ હાજી એહમદ હુસેન બાપુની ઓફિસ સિપાઈ વાસ મોબાઈલ નં. ૯૧૭૩૪ ૯૨૩૨૭ (૨) બચુભાઈ ચાનીયા અયોધ્યાપુરી મેઇન રોડ મોરબી મોબાઈલ નં ૯૮૨૫૬ ૪૫૮૪૪ (૩) મહેશભાઈ હોટલ ડિલક્સ નહેરુગેટ પાસે કે.બે.બેકરી ની બાજુમાં મોબાઈલ નં. ૯૮૭૯૩ ૧૦૫૯૫ અને (૪) વિમલભાઈ દખતરી એરવોઈઝ ગ્રીન ચોક મોરબી મોબાઈલ નં ૮૦૦૦૦ ૦૦૧૮૧ પર સંપર્ક કરી વધુ વિગત પ્રાપ્ત કરી આ કોમી એકતાના સમુહ લગ્નમાં સૌભાગ્ય થવા સંસ્થાના આયોજકો દ્વારા જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!