મોરબી રવાપર-ધુનડા નજીક સોસાયટીમાં જુગસર રમતા ૪ઝડપાયા
મળતી માહિતી અનુસાર એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી ના આધારે મોરબી રવાપર-ધુનડા નજીક ઉમિયાનગર સોસાયટીમાં જુગાર રમતા. દીપભાઈ જયેશભાઇ વાંસીયાણી ચિરાગભાઈ ભગવાનજીભાઈ કલોલા ભાવિકભાઈ ઉર્ફે લાલો ચંદુભાઈ ઓધવિયા કેતનભાઈ ઉર્ફે ભાવુ ભવાનભાઈ લોરિયા રોકડ રકમ 20,750 ના મુદ્દામાલ સાથે જુગારધારા કલમ હેઠળ તમામ વિરુધ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
મોરબી જુના સાદુળકા ગામની સીમમાં કારખાનાની ઓરડીમાં જુગાર રમતા ૩ઝડપાયા
મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે મોરબી તાલુકાના જુના સાદુળકા ગામની સીમમાં એક્સપર્ટ પાર્ટિકલ બોર્ડ ના કારખાનાની મજુરની ઓરડીમાં જુગાર રમતા કમલેશભાઈ કરશનભાઇ પટેલ રોહિતભાઈ મગનભાઈ કાલરીયા ગુણવંતભાઈ નારણભાઇ આદ્રોજા. ને રોકડ રકમ 2,14,300 ના મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી