Thursday, August 6, 2026
HomeGujaratમોરબીમાં ત્રણ કોમર્શિયલ એકમોમાં ૩૨ લોકોને ફાયર સેફ્ટીની તાલીમ અપાઈ

મોરબીમાં ત્રણ કોમર્શિયલ એકમોમાં ૩૨ લોકોને ફાયર સેફ્ટીની તાલીમ અપાઈ

મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખાએ એક સપ્તાહ દરમિયાન ત્રણ કોમર્શિયલ એકમોમાં ૩૨ લોકોને ફાયર પ્રિવેન્શનની તાલીમ આપી હતી. સાથે ફાયર સેફ્ટી સિસ્ટમનું ચેકિંગ કરી ખામી ધરાવતી ઇમારતોને નોટિસ ફટકારવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકાની ફાયર શાખાએ ૨૯ જુલાઈથી ૪ ઓગસ્ટ દરમિયાન ત્રણ કોમર્શિયલ એકમોમાં કુલ ૩૨ લોકોને ફાયર પ્રિવેન્શન અને અગ્નિશામક સાધનોના યોગ્ય ઉપયોગ અંગે તાલીમ આપી હતી. આ ઉપરાંત ફાયર સેફ્ટી અભિયાન અંતર્ગત વિવિધ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી સિસ્ટમનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જ્યાં જરૂરી સુવિધાઓમાં અપૂરતી જોવા મળી ત્યાં સંબંધિત બિલ્ડિંગોને નોટિસ પાઠવી જરૂરી માર્ગદર્શિકા અને સૂચનો આપવામાં આવ્યા હતા. ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ (FSPA) માટે આવેલી બે અરજીઓ પણ આર.એફ.ઓ. કચેરીમાં મોકલવામાં આવી છે.

આ સમયગાળા દરમિયાન ફાયર શાખાએ ત્રણ રેસ્ક્યુ કોલ અને એક ફાયર કોલમાં પણ કામગીરી કરી હતી. ચીફ ફાયર ઓફિસરે નાગરિકોને આગ જેવી ઇમરજન્સી સમયે તાત્કાલિક ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના ૦૨૮૨૨ ૨૩૦૦૫૦, ૧૦૧ અથવા ૧૧૨ નંબર પર સંપર્ક કરવાની અપીલ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!