Saturday, April 27, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાનાં ઢુવા ગામ નજીક 320 લી. કેફી પીણાંના જથ્થા સાથે 2...

વાંકાનેર તાલુકાનાં ઢુવા ગામ નજીક 320 લી. કેફી પીણાંના જથ્થા સાથે 2 પકડાયા : 3 ફરાર

વાંકાનેર તાલુકાનાં ઢુવા ગામ નજીક 320 લી. કેફી પીણાંનો જથ્થો પકડાયો છે ત્યારે આ બનાવમાં 5 ઈસમો સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનાની નોંધ કરવામાં આવી.

- Advertisement -
- Advertisement -

ગઈકાલે તા. 29ના રોજ નવા ઢુવા ગામ પાસે પાવર હાઉસની પાછળ ઓરડીમાં ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર પ્લાસ્ટીકના કુલ 10 બાચકાઓ જેમાં 5 લીટરની ક્ષમતાવાળી કોથળીઓ નંગ 29 તથા 250 મી.લી.ની ક્ષમતાવાળી પ્લાસ્ટીકની કોથળીઓ નંગ 700 મળી કુલ કેફી પીણું આશરે 320 લીટર કિંમત રૂ. 6400 નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે, જેમાં આરોપીઓ રવિભાઇ મુકેશભાઇ ચાવડા, રાહુલભાઇ મુકેશભાઇ ચાવડા, પ્રદિપ દેવાભાઇ રાજગોર, વિજયસિંહ અજીતસિંહ ઝાલા તથા પિન્ટુભાઇ ઉર્ફે પ્રતીકસિંહ ઝાલાએ વેચાણ કરવાના ઇરાદે રાખેલ હતો. પોલીસની રેઇડ દરમિયાન હાજર આરોપીઓ રવિ અને રાહુલને પકડી પાડવામાં આવ્યા છે. તેમજ અન્ય 3 આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!