રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તેમજ મોરબી SP રાહુલ ત્રિપાઠીએ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી આચાર સંહિતા અમલમાં હોય જે અન્વયે કાયદો અને વ્યવસ્થા જાળવવા અને એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી જેમાં ગેર કાયદેસર હથિયાર રાખતા ઇમસો તેમજ અસામાજીક પ્રવૃતિ આચરતા ઇસમોને શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી એસ.ઓ.જી.ટીમે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાખરેચી દરવાજા પાસેથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની ૧ પીસ્તોલ તથા ૨ જીવતા કાર્ટીસ સાથે પકડી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, ઉચ્ચ અધિકારીની સૂચના બાદ એસ.ઓ.જી. પી.આઇ. એમ.પી.પંડ્યાને બાતમી મળેલ કે, મકબુલ ઇસ્માઇલભાઇ પીંજારા નામનો એક ઇસમ કે જે મોરબીમા મેમણશેરીમા રહે છે તેની પાસે એક પીસ્તોલ તથા કાર્ટીઝ છે. તે ખાખરેચી દરવાજેથી બેઠાપુલ બાજુ નિકળનાર છે. તેવી બાતમી મળતા મોરબી એસ.ઓ.જી. પી.એસ.આઇ. એમ.એસ.અસારી તથા એસ.ઓ.જી.સ્ટાફ મોરબી ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે તેઓને સુચના કરી બાતમી અંગે વાકેફ કરી વોચમાં રહેવા જણાવતા મકબુલ ઇસ્માઇલભાઇ મનસુરી નામનો ઈસમ મુદામાલ સાથે મળી આવતા તેના વિરૂધ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં એસઓજી ઇન્ચાર્જ પીઆઈ એમ.પી.પંડ્યા પીએસઆઇ એમ.એસ.અંસારી તથા કે.આર.કેસરીયા અને એ.એસ.આઇ રણજીતભાઇ બાવડા, રસીકભાઇ કડીવાર,સબળસિંહ સોલંકી, મહાવિરસિંહ પરમાર, જુવાનસિંહ રાણા, શેખાભાઇ મોરી,ભાવેશભાઇ માવાભાઇ મીયાત્રા, આશીફભાઇ રાઉમા, કમલેશભાઇ ખાંભલીયા, અંકુરભાઇ ચાચુ, અશ્વિનભાઇ લોખિલ સહિતના જોડાયેલ હતા.