Friday, April 26, 2024
HomeGujaratમોરબી એલસીબીએ પોણા ત્રણ લાખની ચોરીનો ભેદ ઉકેલ્યો : બે આરોપીઓની ધરપકડ...

મોરબી એલસીબીએ પોણા ત્રણ લાખની ચોરીનો ભેદ ઉકેલ્યો : બે આરોપીઓની ધરપકડ કરાઈ

રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબીના એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં બનતા શરીર/મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા મોરબી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે.જે.ચૌહાણને સુચના કરેલ હોય જે અન્વયે તેમના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પી.એસ.આઇ. એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા. તે દરમિયાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ રૂપીયા ૨,૮૨,૧૬૯/- ની ઘરફોડ ચોરીના બે આરોપીઓને બાતમીના આધારે મોરબી ક્રાઇમ બ્રાંચના સ્ટાફે ગણતરીનાં દિવસોમાં પકડી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગત તા.૨૨,૨૩/૧૧/૨૦૨૨ ના રાત્રીના સમયે શીવીસ માઇક્રોન એલ.એલ.પી. કારખાનાના મજુરની ઓરડીમા સુતા હતા. તે વખતે કોઇ અજાણ્યા ચોર ઇસમે ઓરડીમાં પ્રવેશ કરી ૪ મોબાઇલ ફોન તથા રોકડા રૂ.૨,૨૦૦/- તથા કપડા ભરેલ થેલો ચોરી કરેલ લઇ ગયેલ હોય જે ચોરીમાં ગયેલ ફરીયાદીનો મોબાઇલ ફોન બેંક એકાઉન્ટ સાથે લીંક હોય જે મોબાઇલ ફોનનો ઉપયોગ કરી ફરીયાદીની જાણ બહાર ફરીયાદીના એકાઉન્ટમાં રહેલ રોકડા રૂ.૨,૫૯,૪૬૯/- ટ્રાન્સફર કરી વિડ્રોલ કરી કુલ રૂ.૨,૮૨,૧૬૯/- ની મતાની કોઇ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી લઇ ગયેલ હોય જે અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં તા.૨૯/૧૧/૨૦૨૨ ના ગુનો રજીસ્ટર કરાવેલ હતો. જે ગુનો વણશોધાયેલ હોય જેથી તાત્કાલીક એલ.સી.બી.ની પેરોલ ફર્લો સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી બનાવ સ્થળનુ નીરીક્ષણ કરી ચોરી કરનાર ઇસમો તથા મુદામાલ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા.

એલ.સી.બી.ની પેરોલ ફર્લો સ્ટાફની કામગીરી દરમ્યાન ASI સંજયકુમાર પટેલ, રજનીંકાત કૈલા, કોન્સ્ટેબલ કૌશીકભાઇ મણવર, પરાક્રમસિંહ જાડેજા તથા અશોકસિંહ ચુડાસમાને સંયુક્ત રીતે હકિકત મળેલ કે, ગુન્હાને અંજામ આપનાર ઓખામંડળ ગાંધીનગર ભુંગો, વાછળાદાદાની ગલીમા રેહેતો ઈબ્રાહીમ મામદ બેતારા તથા કૃષ્ણનગર, કૌશીકની દુકાન પાછળ, સુરજ કરાડી, ઓખામંડળમાં રહેતો અલારખા કરીમભાઇ મોખા મોરબી રવીરાજ ચોકડી ખાતે છે. જે હકીકતના આધારે રવીરાજ ચોકડી ખાતે વોચ ગોઠવી આરોપીઓ પાસેથી આ ગુનામાં ગયેલ મુદામાલ તથા આરોપીઓને હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોપવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!