Tuesday, April 23, 2024
HomeGujaratમોરબીમાં પાર્ક કરેલ બ્રેઝા કારમાંથી 4 લાખ રોકડની ચોરી

મોરબીમાં પાર્ક કરેલ બ્રેઝા કારમાંથી 4 લાખ રોકડની ચોરી

મોરબી શહેરના લાલબાગ નજીક જૂની ટ્રેઝરી ઓફીસ પાસે પાર્ક કરેલી બ્રેઝા કારનો કાચ તોડી અજાણ્યા તસ્કરે કારમાંથી રૂપિયા 4 લાખ રોકડા, લેપટોપ, બોલેરો ગાડીની આરસી બુક સહિતના મુદ્દામાલની ચોરી કરી જતા ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના રવાપર રોડ ઉપર વિજયનગરમાં ગાયત્રીચોકમાં રહેતા ભાસ્કરભાઇ નાનજીભાઇ બાવરવાએ લાલબાગ સેવા સદન નજીક જૂની ટ્રેઝરી પાસે પોતાની બ્રેઝા કાર પાર્ક કરી હતી ત્યારે બપોરનાં અઢી વાગ્યાથી સાડા ત્રણ વાગ્યાની વચ્ચે અજાણ્યા તસ્કરે ગાડીનો કાચ તોડી કારની અંદર રાખેલ રોકડા રૂ. ૪,૦૦,૦૦૦, એચ.પી. કંપનીનું લેપટોપ કિં.રૂ. ૨૦,૦૦૦, અસલ આધાર કાર્ડ, પાન કાર્ડ ઉપરાંત ફરિયાદીની માલિકીની બોલેરો કાર રજી.નં. જીજે-૩૬-વી-૦૦૯૧ ની તથા બોલેરોની અસલ આરસી બુક, એસબીઆઇ, યુબીઆઇ અને એચ.ડી.એફ.સી. બેંકની ત્રણ પાસ બુક તથા એ.ટી.એમ. કાર્ડ તથા ચેક બુક સહિત કુલ મુદામાલ રૂ. ૪,૨૦,૦૦૦નો મુદ્દામાલ ચોરી ગયો હતો. પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા તસ્કર સામે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!