હળવદ પોલીસ ટીમે તાલુકાના ચરાડવા ગામે દરોડો પાડી તળાવની પાળ પાસે બાવળ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા હરીભાઈ જીવાભાઈ સોલંકી ઉવ.૫૦, જયંતીભાઈ લવજીભાઈ મકવાણા ઉવ.૪૫, જીવાભાઈ જગાભાઈ મકવાણા ઉવ.૩૯, વશરામભાઈ લાલજીભાઈ મકવાણા ઉવ.૪૫ તમામ રહે. ચરાડવા ગામ તા. હળવદને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.૧૭,૨૦૦/- કબ્જે લઈ તમામ આરોપીઓ સામે જુગરધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.