Thursday, November 19, 2026
HomeGujaratમોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી ૪ તરુણ શ્રમયોગીઓને મુક્ત કરાયા

મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી ૪ તરુણ શ્રમયોગીઓને મુક્ત કરાયા

બાળમજૂરી પ્રથા નાબૂદી માટે તંત્રની કડક કાર્યવાહી.

- Advertisement -
- Advertisement -

જીલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ઓક્ટોબર-૨૦૨૬ માસ દરમિયાન હાથ ધરાયું આકસ્મિક ચેકિંગ; બાળ શ્રમિકોને કામે ન રાખવા સંચાલકોને તાકીદ.

મોરબી જીલ્લામાં બાળમજૂરી પ્રથાને રોકવા અને કાનૂની જોગવાઈઓનું કડક પાલન કરાવવા માટે જીલ્લા ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જીલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ઓક્ટોબર-૨૦૨૬ માસ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા વિશેષ ઓચિંતી તપાસણીઓ હાથ ધરવામાં આવી હતી.

આ અભિયાન અંતર્ગત ગત તા. ૧૧/૧૦/૨૦૨૬ ના રોજ મોરબીના પીપળી રોડ પર આવેલા ‘એશિયન ગ્રેનીટો ઇન્ડિયા લિ.’ ના વેરહાઉસ ખાતે આકસ્મિક રેઈડ પાડવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સંસ્થામાંથી ૪ તરુણ શ્રમયોગીઓને બાળમજૂરીમાંથી સફળતાપૂર્વક મુક્ત કરાવવામાં આવ્યા હતા તેમજ આ સંસ્થા વિરુદ્ધ કાયદાનુસાર કડક દંડાત્મક તથા કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

તંત્ર દ્વારા જીલ્લાના તમામ હોટલ, ઢાબાના સંચાલકો તેમજ ઔદ્યોગિક એકમોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાની સંસ્થામાં કોઈપણ બાળ શ્રમિકને કામે ન રાખે. આગામી સમયમાં પણ આ પ્રકારની ઝુંબેશ અને સઘન તપાસ સતત ચાલુ રહેશે. જો નાગરિકોને ક્યાંય પણ બાળમજૂરી થતી નજરે પડે, તો તરત જ મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, મોરબી અથવા ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર ૧૦૯૮ પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!