ટંકારા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે જબલપુર ગામે બહુચર માતાજીના મંદિર નજીક દરોડો પાડ્યો હતો. જ્યાં ગોળ કુંડાળું વળીને પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા મિલનભાઈ ધરમભાઈ ગૌસ્વામી ઉવ.૩૩ રહે. ઇન્દ્રપ્રસ્થ-૩ ટંકારા, કૌશિકભાઈ મગનભાઈ નારીયાણા ઉવ.૩૨ રહે. જબલપુર, અમૃતલાલ નરશીભાઈ ફેફર ઉવ.૬૨ રહે. જબલપુર, નરભેરામભાઈ ગંગારામભાઈ નારીયાણા ઉવ.૫૦ રહે. જબલપુર, જયંતીભાઈ દેવકરણભાઈ ભીમાણી ઉવ.૫૦ રહે. જબલપુર અને અતુલભાઈ મગનભાઈ નારીયાણા ઉવ.૩૨ રહે. ઇન્દ્રપ્રસ્થ-૧ ટંકારા વાળાને ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.૨૪,૫૦૦/- સહિતનો મુદ્દામાલ કબજે કરી, તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






