મોરબીના રંગપર ગામની સીમમાં વાડી નજીક ખેત તલાવડીમાં ડૂબી ગયેલ ખેત શ્રમિક મહિલાનું મોત નીપજ્યું હતું. ત્યારે તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં બાવનજીભાઈ કુંડારીયાની વાડીની બાજુમાં આવેલી ખેત તલાવડીમાં ગત તા.૨૧ સપ્ટેમ્બરની સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં ઘિંચાબેન નુરજીભાઈ રાઠવા ઉવ.૫૦ રહે. બાવનજીભાઈ કુંડારીયાની વાડી રંગપર તા.જી.મોરબી વાળા ડૂબી ગયા હતા. તેમને મરણ હાલતમાં પરિવારજનો મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા, જ્યાં હાજર તબીબે જોઈ તપાસી તેણીને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ શરૂ કરી છે.






