બીમારીના કારણે મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ ધીરુભાઈ કાસુન્દ્રાએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા.
મોરબી તાલુકાના નાનીવાવડી ગામની શીવવિલા સોસાયટીમાં રહેતા ધીરૂભાઈ ટપુભાઈ કાસુન્દ્રા ઉવ.૫૩ બીમારીના કારણે મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જ્યાં ૧૮ નવેમ્બરના રોજ સાંજે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે.






