Thursday, July 2, 2026
HomeGujaratમોરબીમાં ૭ દિવસીય ‘નમો સ્વચ્છતા અભિયાન’નો પ્રારંભ

મોરબીમાં ૭ દિવસીય ‘નમો સ્વચ્છતા અભિયાન’નો પ્રારંભ

ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણીની પ્રેરક ઉપસ્થિતિ.

- Advertisement -
- Advertisement -

આરોગ્ય મંદિરોમાં સામુહિક સફાઈ ઝુંબેશ થકી નાગરિકોને વધુ સુદ્રઢ સુવિધાઓ આપવાનો મક્કમ નિર્ધાર, મહાનુભાવોએ નિહાળ્યું રાજ્યવ્યાપી કાર્યક્રમનું જીવંત પ્રસારણ.

મોરબી: રાજ્યભરના તમામ આરોગ્ય કેન્દ્રો-મંદિરો સ્વચ્છ અને સુવિધાજનક બને તેવા ઉમદા આશય સાથે મોરબી ખાતે ૭ દિવસીય ‘નમો સ્વચ્છતા અભિયાન’નો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે. સામુહિક સ્વચ્છતા મહાઅભિયાન શુભારંભના કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર સ્થિત GMERS મેડિકલ કોલેજ ખાતેથી આયોજિત ‘નમો સ્વચ્છતા અભિયાન’ના રાજ્યવ્યાપી લોન્ચિંગ કાર્યક્રમનું ઉપસ્થિત તમામ મહાનુભાવો, તબીબો અને નાગરિકોએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ ઝુંબેશનો મુખ્ય હેતુ હોસ્પિટલ્સ અને આરોગ્ય મંદિરોમાં વ્યાપક સફાઈ સુનિશ્ચિત કરી દર્દીઓ તેમજ સામાન્ય જનતાને વધુ સારી, આરોગ્યપ્રદ અને ગુણવત્તાયુક્ત સુવિધાઓ પૂરી પાડવાનો છે.

કાર્યક્રમના પ્રારંભમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.વી. શ્રીવાસ્તવે પ્રાસંગિક સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. આ અવસરે જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ ગરચર, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, જીલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, જીલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન મનીષ કાંજીયા, મેડિકલ કોલેજના ડીન ડો.નીરજ વિશ્વાસ તેમજ મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. પી.કે. દુધરેજીયા, સ્થાનિક પદાધિકારીઓ, આરોગ્ય અધિકારીઓ અને હોસ્પિટલનો સ્ટાફ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!