Sunday, October 11, 2026
HomeGujaratમોરબીના વાવડી રોડ પર વર્લી ફીચરનો જુગાર રમતા ૭૨ વર્ષીય વૃદ્ધ ઝડપાયા

મોરબીના વાવડી રોડ પર વર્લી ફીચરનો જુગાર રમતા ૭૨ વર્ષીય વૃદ્ધ ઝડપાયા

મોરબીના વાવડી રોડ પર કબીર આશ્રમ પાસે વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમતા ૭૨ વર્ષીય વૃદ્ધને એ ડિવિઝન પોલીસે ઝડપી લીધા.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો મુજબ, મોરબી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય ત્યારે વાવડી રોડ પર કબીર આશ્રમ પાસેથી શિવલાલભાઈ નારણભાઈ દેત્રોજા ઉવ.૭૨ રહે.રવાપર બોનીપાર્ક બંધન એપાર્ટમેન્ટ મોરબી વાળાને વર્લી ફીચરના આંકડા લખી રૂપિયાની હારજીતનો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.૨,૦૭૦/- તથા આંકડા લખેલી ચિઠ્ઠી સહિતનો મુદામાલ કબ્જે કરી જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!