મોરબીના દાઉદી પ્લોટમાં આવેલા ધ ઓરીઓ સ્પામાં એસઓજી પોલીસ ટીમે તપાસની કામગીરી દરમિયાન સ્પામાં કામ કરતી બે વર્કરના બાયોડેટાની પોલીસમાં નોંધ નહીં કરાવવા અને સીસીટીવી રેકોર્ડિંગનો ડેટા જાહેરનામા મુજબ નહીં રાખવા બદલ સ્પા સંચાલક સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એસઓજી પોલીસે દાઉદી પ્લોટ શેરી નં. ૨ ઓફિસ નં. ૧ ખાતે આવેલા ધ ઓરીઓ સ્પામાં તપાસ કરી હતી. જેમાં સ્પા સંચાલક પબનજોય વાસુદેવ તિપુરા ઉવ.૨૮ રહે. કાલિકા પ્લોટ મોરબી મૂળ ત્રિપુરા વાળાએ સ્પામાં કામ કરતી બે સ્પા વર્કરના બાયોડેટાની પોલીસમાં નોંધ નહીં કરાવી હોવાનું અને સીસીટીવી રેકોર્ડિંગનો ડેટા જાહેરનામા મુજબ નહીં રાખ્યો હોવાનું સામે આવ્યું હતું. આથી જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ સ્પા સંચાલક આરોપી પબનજોયને જરૂરી નોટિસ આપી તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩ હેઠળ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.






