Saturday, July 27, 2024
HomeGujaratમોરબીના બેલા ગામ નજીક લોડસ ઈન હોટલમાં રૂમ ભાડે રાખી જુગાર રમતાં...

મોરબીના બેલા ગામ નજીક લોડસ ઈન હોટલમાં રૂમ ભાડે રાખી જુગાર રમતાં ૮ જુગારીઓ ૮.૬૫ લાખ રોકડ સાથે ઝડપાયા

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં જુગારધામ ચાલી રહ્યું છે. જે બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસે રેઈડ કરતા ૮ ઈસમો જુગાર રમતા મળી આવ્યા હતા. જે ઈસમોની અટકાયત કરી તેમની પાસેથી પોલીસે આઠ લાખથી વધુની રોકડ કબ્જે કરી જુગારધારા કલમ-૪, ૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, સુરેશભાઇ પ્રભુભાઇ ભીમાણી (રહે. રવાપર રોડ, અવનીપાર્ક, મોરબી-૦૧) નામના આરોપીએ લોડસ ઇકો ઇન હોટલમાં રૂમ નં.૨૪૧ ભાડેથી રાખી પોતાના ભાડાના રૂમમાં જુગારધામ ચલાવે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી જુગાર રમતા-રમાડતા સુરેશભાઇ પ્રભુભાઇ ભીમાણી (રહે. રવાપર રોડ, અવનીપાર્ક, મોરબી-૦૧), ચેતનભાઇ કલ્યાણજીભાઇ દેત્રોજા (રહે. રવાપર રોડ, ફલોરા-૧૫૮ મોરબી-૦૧), પિયુષભાઇ જશમતભાઇ કગથળા (રહે. પંચાસર રોડ, પ્રમુખ સ્વામી પાર્ક, મોરબી-૦૧), હરેશભાઇ રામજીભાઇ દેત્રોજા (રહે. રવાપર રોડ, વેલકમ પ્રાઇડ, મોરબી-૦૧), ધર્મેન્દ્રભાઇ ભાણજીભાઇ પાંચોટીયા (રહે. સાદુળકા, તા.જી.મોરબી), રસીકભાઇ અમરશીભાઇ ચાડમીયા (રહે. રવાપર રોડ, સાંનિધ્ય પાર્ક સોસાયટી, મોરબી-૦૧), લાલજીભાઇ ભગવાનજીભાઇ કડીવાર (રહે. રવાપર રોડ, સંગમ એપાર્ટમેન્ટ, મોરબી-૦૧) તથા દિપેશભાઇ ધનસુખભાઇ કાવર (રહે. રવાપર રોડ, આલાપ પાર્ક સોસાયટી, મોરબી-૦૧) નામના શખ્સોને પકડી પાડી રોકડ રૂ.૮,૬૫,૫૦૦/-નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!