Saturday, July 27, 2024
HomeGujaratમાળીયા-કંડલા રોડ પર ખેતરમાં રેતીના ઢગલામાં છુપાડેલ ૯૫૦ લીટર દેશી દારૂનો જથ્થો...

માળીયા-કંડલા રોડ પર ખેતરમાં રેતીના ઢગલામાં છુપાડેલ ૯૫૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો

રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા મોરબી જિલ્લા પોલીસને સૂચન કરેલ હોય જે અન્વયેને કામગીરી કરતા દરમિયાન મોરબી કાઇમ બ્રાંચની ટીમે માળીયા-કંડલા રોડ, વિશાલા હોટલ પાછળ ખેતરમાં રેતીના ઢગલામાં છુપાવી રાખેલ ૯૫૦ લીટર દેશી દારૂનો રૂ.૧૯,૦૦૦/-નો મુદામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ઉચ્ચક અધિકારીઓની મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવાની સુચના હોય જે અન્વયે એલ.સી.બી.ના પી.આઇ. કે.જે.ચૌહાણ, એન એચ.ચુડાસમા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડના માણસો કાર્યરત હતા. દરમ્યાન એલ.સી.બી. ટીમને ખાનગીરાહે મળેલ હકિકત આધારે માળીયા-કંડલા રોડ, વિશાલા હોટલ પાછળ આવેલ સુલતાન ઉર્ફે ટપુસ રસુલભાઇ મિયાણાના રહેણાંક મકાન પાછળ આવેલ ખેતરમાં રેતીના ઢગલામાં છુપાવી રાખેલ ૯૫૦ લીટર દેશી દારૂનો રૂ.૧૯,૦૦૦/-નો જથ્થો પકડી પાડી માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા તળે સુલતાન ઉર્ફે ટપુસ રસુલભાઇ મિયાણા (રહે. માળીયા વિશાલ હોટલ પાછળ વાંઢ વિસ્તાર) વિરુદ્ધ ગુનો નોંઘીઆગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!