Sunday, May 31, 2026
HomeGujaratહળવદના જુના દેવળીયા ગામે રહેણાંકમાંથી ૯૮૫ બોટલ વિદેશી દારૂ ઝડપાયો

હળવદના જુના દેવળીયા ગામે રહેણાંકમાંથી ૯૮૫ બોટલ વિદેશી દારૂ ઝડપાયો

હળવદ પોલીસે રૂ.૨.૧૯ લાખનો મુદ્દામાલ કબ્જે કરી મકાન માલિકની ધરપકડ કરી, અન્ય એક આરોપીની શોધખોળ.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની-મોટી ૯૮૫ નંગ બોટલ રૂ.૨,૧૯,૧૫૦/- એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક આરોપી ફરાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

હળવદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ આર.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે જુના દેવળીયા ગામે ચરાડવા રોડ પર આવેલા રહેણાંક મકાનમાં રેઇડ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન આરોપી વિઠ્ઠલભાઈ રમણભાઈ રાઠવાના કબ્જાવાળા મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની-મોટી કુલ ૯૮૫ નંગ બોટલ રૂ.૨,૧૯,૧૫૦/- મળી આવી હતી. આ સાથે પોલીસે આરોપી વિઠ્ઠલભાઈ રાઠવાની ધરપકડ કરી હતી. જ્યારે ઇમરાન કરીમભાઈ સંધવાણી રહે. જુના દેવળીયા તા.હળવદ વાળાનું નામ ખુલતા તે આરોપીને પોલીસે ફરાર જાહેર કરી તેની અટકાયત માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે બંને આરોપીઓ તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!