મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબીમાં જુદી–જુદી જ્ઞાતિઓના ચલાવાતા સાત જેટલા કોવિડ કેર સેન્ટર યદુનંદન ગૌ સેવા સંચાલિત કોરોના કેર સેન્ટર, યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત કોરોના કેર સેન્ટર, પરશુરામ ધામ કોરોના કેર સેન્ટર, પાટીદાર કોરોના કેર સેન્ટર-જોધપર, જય અંબે કોરોના કેર સેન્ટર-બેલા, રઘુવંશી સમાજ કોરોના કેર સેન્ટર અને સતવારા સમાજ કોરોના કેર સેન્ટરમાં પ્રત્યેકના રૂ. ૧૧,૦૦૦/- લેખે કુલ રૂ. ૭૭,૦૦૦/- નું અનુદાન આપીને કોરોનાના દર્દીઓ પરત્વે પોતાની સંવેદના વ્યક્ત કરી માનવ સેવાનું પગલું હનુમાન જયંતીના પાવન પર્વે ભર્યું છે. અત્રે ઉલ્લેખનીય રહેશે કે બ્રિજેશ મેરજાના યુવાન પુત્ર ડૉ. પ્રશાંત મેરજા તા. ૧૯/૦૪/૨૦૦૮ ના રોજ ૨૩ વર્ષની યુવાન વયે કાર અકસ્માતમાં દિવંગત થયેલા છે. તેમજ માતૃશ્રી વજીબેન તા. ૨૨/૦૫/૨૦૧૬ ના રોજ સ્વર્ગવાસ થયા છે. જોગાનુજોગ આ બંને દિવ્ય આત્માઓ હનુમાન જયંતિના પાવન પર્વે સ્વર્ગવાસ પામતાં તેમની સ્મૃતિમાં ગઈકાલે હનુમાન જયંતીએ રૂ. ૭૭,૦૦૦/- નું અનુદાન કરીને અન્યને પ્રેરણા પૂરી પાડી છે.