Sunday, November 24, 2024
HomeGujaratમોરબી : કાલિકા પ્લોટમાં જુની અદાવત મામલે બે જૂથો વચ્ચે બઘડાટી, સામસામી...

મોરબી : કાલિકા પ્લોટમાં જુની અદાવત મામલે બે જૂથો વચ્ચે બઘડાટી, સામસામી ફરિયાદ નોંધાઈ

બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી તૌફીકભાઇ રફીકભાઇ બ્લોચ (ઉ.વ. ૨૯ મકરાણીવાસ બાવાજીની વાડી સામે મોરબી)એ આરોપી મકબુલ (રહે વાવડી રોડ મોરબી) રહીમ ઉર્ફે ટકો (રહે કાલીકા પ્લોટ મોરબી), જાવેદ મીટર (રહે કાલીકા પ્લોટ મોરબી), ફરદીન દાઉદભાઇ પલેજા (રહે કાલીકા પ્લોટ મોરબી), અરમાન દાઉદભાઇ પલેજા (રહે કાલીકા પ્લોટ મોરબી), ઇમરાન મામદભાઇ પલેજા (રહે કાલીકા પ્લોટ મોરબી), અલી મામદભાઇ પલેજા (રહે કાલીકા પ્લોટ મોરબી), અરબાજ (રહે કાલીકા પ્લોટ મોરબી), હુસેન ઓસમાણ મકરાણી (રહે મકરાણીવાસ મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા-૨૬ના રોજ ફરીયાદી બાઈક લઇ પોતાના ઘરે જતા હતા. ત્યારે આરોપીએ ફરીયાદીને રસ્તામા ઉભો રાખેલ અને અગાઉના ઝઘડા બાબતે બોલાચાલી કરતો તેવામા આરોપીએ છરી વડે ફરીયાદીને જમણી આંખ તથા જમણા હાથની કોણી પાસે ઇજા કરી તથા આરોપીઓએ લોખંડના પાઇપ વડે માર મારી ફરીયાદીને પગે તથા પીઠના ભાગે ઇજા કરી તથા આરોપીઓએ ફરીયાદીને ઢીકાપાટુનો મુંઢ માર મારેલ તેમજ ગાળો આપી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- Advertisement -
- Advertisement -

સામા પક્ષે ફરિયાદી મકબુલભાઈ મહેબુબભાઈ દલવાણી (ઉ.વ.૨૨) એ આરોપીઓ સાહીલ ઉર્ફે સાવો, ઈરફાન કરીમભાઈ, એજાજ આમદ ચાનિયા, રમીજ હુસેન ચાનિયા રહે. બધા કાલીકા પ્લોટ મોરબી સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી પોતાના નાનીના ઘરે ગયેલ હતા. ત્યારે રાત્રીના આશરે નવેક વાગ્યે જલાલ ચોકમાં માવો લેવા માટે ગયેલ અને માવો લઈને પરત તેના નાનીના ઘરે જતા હતા તે વખતે ઉપરોક્ત આરોપીઓ આવેલ અને ફરીયાદીનો કોલર પકડીને ફરિયાદીને લાફો મારી દીધેલ અને બન્ને આરોપીએ ઢીકા પાટુનો માર મારી ફરી. ભાગવા જતા હતા. તે વખતે આરોપીઓએ તેના નેફામાંથી છરી કાઢીને ફરીયાદીને મારવા જતા ફરી પાટુ મારવા જતા ફરીના જમણા પગના કાંડે સામાન્ય ઈજા કરેલ અને ઢીકા પાટુનો મુંઢ માર મારેલ તેમજ ગાળો આપી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!