Thursday, March 28, 2024
HomeGujaratવાંકાનેર : જાલી ગામ નજીકથી ઈંગ્લીશ દારૂનાં જથ્થો ભરેલી કાર ઝડપાઈ, ડ્રાઇવર...

વાંકાનેર : જાલી ગામ નજીકથી ઈંગ્લીશ દારૂનાં જથ્થો ભરેલી કાર ઝડપાઈ, ડ્રાઇવર ફરાર

બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના થાન રોડ ઉપર જાલી ગામના બસ સ્ટેશન પાસે પોલીસે પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ જસ્ટેર ઓરેંજ ફ્લેવર વોડકાની કાચની ૭૫૦ એમ.એલ.ની કંપની શીલબંધ બોટલ નંગ-૭૨ (કિં.રૂ ૨૧,૬૦૦/-) તથા જસ્ટેર ગ્રીન એપલ પ્રીમીયમ વોડકા ની ૭૫૦ એમ.એલ.ની કંપની શીલબંધ બોટલ નંગ-૪૮ (કિં.રૂ.૧૪,૪૦૦/-) સાથે સ્વીફટ કાર નં. જીજે-૨૭-એએ-૦૨૧૧ (કિં.રૂ.૨૦૦,૦૦૦) વાળી કબજે કરી કુલ રૂપીયા ૨,૩૬૦૦૦/- નો મુદામાલ જપ્ત કર્યો હતો.આ મામલે પોલીસ કોન્સ્ટેબલ પ્રતિપાલસિંહ અનિરુધ્ધસિંહ વાળાએ ફરિયાદી બની સ્વીફ્ટ કાર નં. જીજે-૨૭-એએ-૦૨૧૧ના ચાલક (ડ્રાઈવર) વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધાવ્યો છે ઉપરાંત પકડાયેલ દારૂના જથ્થામાં બેચ નંબર લખેલા ન હોય વધારાની કલમો મુજબ ગુન્હો નોંધાવ્યો છે. વાંકાનેર સીટી પોલીસે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!