મોરબીમાં કોરોના કાળ વચ્ચે કોવિડ સેન્ટરોની ભૂમિકા અત્યંત પ્રશંસનીય છે ત્યારે મોરબી ના બેલા ગામે જય અંબે સેવા ગ્રુપ દ્વારા કોવિડ સેન્ટર ચાલુ કરાયું હતું જેમાં સાંસદ વિનોદ ચાવડાના હસ્તે આ કોવિડ સેન્ટરનું ઉદ્ઘાટન ૧૬ એપ્રિલના રોજ ૧૦૦ બેડની વ્યવસ્થા સાથે કરવામાં આવ્યું હતું
જેમાં મોરબી જય અંબે ગ્રુપના જીલ્લા પંચાયત ના ઉપપ્રમુખ જાનકી જીગ્નેશ કૈલા અને યુવા ભાજપ અગ્રણી જીગ્નેશ કૈલા દ્વારા જમવાથી લઈને મેડીકલની સુવિધાઓ ઉભી કરી તદ્દન ફ્રી કોરોના ગ્રસ્ત દર્દીઓની સેવા કરવામાં આવી રહી છે જેમાં આજદિન સુધીમાં કુલ ૯૦ જેટલા દર્દીઓ આ કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહ્યા છે જેમાંથી ૪૨ દર્દીઓ સાજા થઈને ઘેર પરત ફર્યા હતા આ સમયે જીગ્નેશ કૈલા,ગોવિંદ ઘોડાસરા,રાજેશ સેરશિયા, દિનકર દેત્રોજા,નિશાર રાજપરા,બેલા ગામના સરપંચ કાંતિલાલ ઉઘરેજા,જયંતીભાઈ ચાપાણી દ્વારા મો મીઠા કરાવી અને હર પહેરાવી ઘેર પરત મોકલ્યા હતા અને તેઓની દીર્ઘ આયુષ્ય માટે જય અંબે ગ્રુપ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.