Saturday, April 27, 2024
HomeGujaratરાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલ દ્વારા તમામ જિલ્લાના પદાધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી સંવાદ...

રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલ દ્વારા તમામ જિલ્લાના પદાધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી સંવાદ કરાયો.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ દેવવ્રત સહિતના તમામ આગેવાનો અને આરોગ્યના રાજ્ય કક્ષાના અધિકારીઓ સાથે કોરોના ની માહિતી મેળવવા માટે વિડીયો કોંફરન્સ મારફતે સીધો સંવાદ કર્યો હતો.જેમાં મોરબી જીલ્લા પંચાયત ના ડીડીઓ પરાગ ભગદેવ, જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા,ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશ કૈલા,જીગ્નેશ કૈલા ,સદસ્ય જયંતીભાઈ પડસુમબીયા તેમજ જીલ્લા પંચાયત ના સદસ્યો હાજર રહ્યા હતા.

- Advertisement -
- Advertisement -

આ સીધા સંવાદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ જીલ્લાના પદાધિકારીઓને કોરોના કાળમાં સતર્ક રહેવા અપીલ કરી હતી અને ‘મારું ગામ કોરોના મુક્ત ગામ’ ના સૂત્ર હેઠળ દરેક ગામમાં દસ લોકોની કમિટી બનાવી અને જીલ્લા પંચાયત ના તાબા હેઠળના વિસ્તારો,ગ્રામ્ય વિસ્તારો,શહેર વિસ્તાર,પીએચસી સીએચસી અને પેટા સીએચસી સેન્ટરો પર ગામની શાળાઓમાં અને સમાજ વાડીમાં આઇસોલેટ વોર્ડ તૈયાર કરવા અને ગ્રામ્ય વિસ્તારોમાં નાદુરસ્ત વ્યક્તિઓના ટેસ્ટ કરવાને તેઓને સરકારે નિર્ધારિત કરેલી દવાઓ પુરી પાડવી તેમજ બને એટલી વધુ સંખ્યામાં લોકો વેકસીનેશન કરાવે એ માટેના કેમ્પ તેમજ લોકોમાં જાગૃતિ માટે ની કામગીરી હાથ ધરવા ટકોર કરી છે.તો બીજી બાજુ વેકસીન લેવડાવવાના શહેરોમાં મોરબીનો સમાવેશ કરાવવા પણ મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ ના પતિ અને ભાજપ અગ્રણી જીગ્નેશ કૈલાએ મૌખિક રજુઆત કરી છે જેમાં આગામી સમયમાં આ બાબતની લખિત માંગ કરી રજૂઆત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે મોરબીમાં હાલ કોરોનાએ ભરડો લીધો છે તો બીજી બાજુ વેકસીનેશન કરાવવામાં પણ લોકો જાગૃત થતા જોવા મળ્યા છે હાલ મોરબી જીલ્લા પંચાયત દ્વારા મોરબી વાસીઓને બને એટલી ઝડપી અને સારી સવલતો મળે એ માટે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આગામી સમયમાં મોરબીને ટેસ્ટિંગ કીટ પણ ફાળવવા માંગ કરવામાં આવી છે.આ ઉપરાંત જીગ્નેશ કૈલા દ્વારા ખેડૂતો માટે પણ રજુઆત કરી અને માર્કેટિંગ યાર્ડ બંધ હોય તેમાં ધિરાણ લીધેલ હોય તેમાં રાહત આપવા અને સમય મર્યાદા વધારવા માંગ કરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!