એકલવાયુ જીવન જીવતા લોકો માટે ભોજન પ્રસાદની વિશેષ વ્યવસ્થા
મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા વિવિધ પ્રકારની માનવસેવા કોઈપણ પ્રકારના નાત-જાતના ભેદભાવ વિના સર્વજ્ઞાતિય પ્રદાન કરવામા આવે છે ત્યારે સંસ્થા દ્વારા કોરોનાની મહામારીમા જરૂરીયાતમંદો માટે બંને ટાઈમ ભોજન વ્યવસ્થા, વિવિધ હોસ્પીટલમા ફ્રુટ, લીંબુ શરબત, હલ્દી દુધ, પાણીની બોટલનુ વિતરણ, એમ્બ્યુલન્સ, શબવાહીની, ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિમીટર, સ્ટીમ મશીન, આયુર્વેદીક દવાઓનુ વિતરણ સહીત ની સેવા પ્રદાન કરવામા આવે છે ત્યારે મીની લોકડાઉનના પગલે ઝુંપડપટ્ટી વિસ્તારમા રહેતા લોકો તેમજ એકલવાયુ જીવન જીવતા લોકો ની હાલત કફોડી બની છે. તેથી મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શહેરની ઝુંપડપટ્ટીમા ભોજન પ્રસાદ વિતરણ પણ શરૂ કરવામા આવ્યુ છે. તેમજ એકલવાયુ જીવન જીવતા લોકો માટે પણ ભોજનપ્રસાદ વિતરણ શરૂ કરવામા આવેલ છે. ભોજન પ્રસાદ પાર્સલ મેળવવા ઈચ્છુક લોકો એ જલારામ મંદિર ખાતે રૂબરૂ સંપર્ક કરી નામ તથા એડ્રેસ નોંધાવવાનુ રહેશે. સંસ્થાના આગેવાનો દ્વારા તેમના એડ્રેસ પર ભોજન પાર્સલ પહોંચાડવામા આવશે તેમ સંસ્થાના આગેવાન ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ચંદ્રવદનભાઈ પુજારા, પ્રતાપભાઈ ચગ, ભાવીન ઘેલાણી, હીતેશ જાની, અનિલભાઈ સોમૈયાએ યાદીમા જણાવ્યુ છે.