ગત તા.૩૦/૦૪/૨૦૨૧ ના રોજ મોરબી જિલ્લા પોલીસ દ્વારા ડુપ્લીકેટ રેમડેસીવીર ઇન્જેકશનોની બનાવટ તથા વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી મોરબી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશન માં આઇ.પી.સી. કલમ ૨૭૪, ૨૭૫, ૩૦૮, ૪૨૦, ૩૪, ૧૨૦બી તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ ૩,૭, ૧૧ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૩ વિગેરે મુજબ ગુનો રજીસ્ટર થયેલ હોય જે ગુનામાં કુલ ૧૮ ઇસમોને હસ્તગત કરવામાં આવેલ હોય તેઓના કોવીંડ-૧૯ મેડીકલ રીપોર્ટ કરાવતા કુલ ૧૮ ઇસમો પૈકી ૩ આરોપીઓ કોરોના પોઝીટીવ આવતા કોવીડ કેર સેન્ટરમાં આઇસોલેશનમાં સારવાર હેઠળ રાખવામાં આવેલ તેમજ બાકીના ૧૫ આરોપીઓને અટક કરવાની કાર્યવાહી કરવામાં આવેલ તે તમામ આરોપીઓ પોલીસ રીમાન્ડ મેળવવા આવેલ છે. આ બાબતે તપાસ દરમ્યાન અલગ-અલગ ટીમોને તપાસમાં મોકલવામાં આવેલ જેમાં રીમાન્ડ પરના આરોપી પુનિત શાહને સાથે લઇ મુંબઇ ખાતે મોકલેલ પોલીસ ટીમ દ્વારા આરોપીના મુંબઇ ખાતેના રહેણાંક મકાનેથી ડુપ્લીકેટ રેમડેસીવીર ઇન્જેકશનના વેચાણના વધુ રૂપીયા ૧૧,૫૦,૦૦૦/- નો મુદામાલ આ ગુનાના કામે કબ્જે કરવામાં આવેલ છે. તેમજ બીજી ટીમો તપાસ અર્થે કાર્યરત છે.
કોરોના પોઝીટીવ આવેલ આરોપીઓના નામ :
(૧) રાહુલ અશ્વિનભાઇ લુવાણા (ઉ.વ.૨૯ રહે. મોરબી)
(૨) મહમદ આશીમ ઉર્ફે મહમદઆશીફ મહમદઅબ્બાસભાઇ શેખ (ઉવ.૨૯ રહે. અમદાવાદ, જુહાપુરા)
(૩) સંજયકુમાર ઇશ્વરભાઇ પટેલ (ઉવ.૩૮ રહે.ચલા, વાપી)
પોલીસ રીમાન્ડ મળેલ આરોપીના નામ :
(૧) રવિરાજ ઉર્ફે રાજ મનોજભાઇ લુવાણા (ઉ.વ.૨૬ રહે. મોરબી-૦૨)
(૨) રમીઝ સૈયદ હુશેન કાદરી (ઉવ.૩૨ રહે.અમદાવાદ, જુહાપુરા)
(૩) કૌશલભાઇ મહેન્દ્રભાઇ વોરા (ઉવ.૩૬ રહે.સુરત, અડાજણ)
(૪) પુનિતભાઇ ગુણવંતલાલ શાહ (ઉવ.૩૯ રહે.મુંબઇ, મીરા રોડ)
(૫) પ્રકાશભાઇ મધુકર વાકોડે (ઉ.વ.૩૬ રહે.ચલા, વાપી)
(૬) ધર્મેશભાઇ ઇશ્વરભાઇ પટેલ (ઉ.વ.૩૨ રહે. વાપી)
(૭) ધીરજભાઇ શીવપુજન કુશવાહ (ઉ.વ.૩૭ રહે. મીરારોડ, થાને, મહારાષ્ટ્ર)
(૮) હસન અસલમ સુરતી (ઉ.વ.૪૧ રહે. સચીન તા.ચોર્યાસી જી.સુરત)
(૯) ફહીમ ઉર્ફે ફઇમ હારૂનભાઇ મેમણ (ઉવ. ૩૦ રહે. વેજલપુર, અમદાવાદ) (૧૦) નફીસ કાસમભાઇ મન્સુરી (ઉવ. ૩૮ રહે. જુહાપુરા, અમદાવાદ)
(૧૧) નાગુજી ઉર્ફે નાગેશ નામદેવભાઇ મોરે (ઉવ ૪૨ રહે.વાપી, છીરી, કંચન નગર)
(૧૨) મોહન મધુસુદનગીરી (ઉ.વ.૩૮ રહે. વાપી સમર્થરેસીડન્સી બી વીંગ પહેલામાળે ૧૦૫)
(૧૩) રાજેશભાઇ ધીરૂભાઇ કથીરીયા (ઉ.વ.૩૨ રહે. એ/૫૫, સ્નેહમીલન સોસાયટી નાના વરાછા, સુરત)
(૧૪) રણજીત રાધેશ્યામ પ્રજાપતી (રહે. સુરત ડીંડોલી એસ.એમ.સી. ગાર્ડનની બાજુમાં અંબીકા હેવન જી/૧૧૦૪)
(૧૫) કિશોરભાઇ શંભુભાઇ ચભાડીયા (ઉવ. ૨૪ રહે. ૧૦૩, ભાવના બાગ, રોહાઉસ, યોગી ચોક, વરાછા, સુરત)
જેમાં આરોપી નં. ૧, ૨ તથા આરોપી નં. ૧૧ થી ૧૫ તા.૧૩/૦૫/૨૦૨૧ સુધી રીમાન્ડ ઉપર છે. અને આરોપી નં. ૩ થી ૧૦ સુધીના તા.૧૬/૦૫/૨૦૨૧ સુધી રીમાન્ડ ઉપર છે