જી.એસ.ટી. વિભાગે મોરબીના એક વેપારીને નિવેદન માટે અમદાવાદ બોલાવી તેના ફોન જપ્ત કર્યા તેમજ મોરબી અને રાજકોટમાં તેની કંપની પર રેડ કરી તેની એસ.યુ.વી. કાર જપ્ત કરી હતી. જો કે રેડ અને જપ્તી જોઇન્ટ કમિશનરથી નીચેના રેન્કના અધિકારીઓએ કરી હોવાથી મામલો હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો હતો. જેમાં કોર્ટે કારને મુક્ત કરવાનો આદેશ કર્યો છે અને આકરી ટકોર કરી છે કે અધિકારીઓનું આ વર્તન ડાકુઓ જેવું છે. કોર્ટે કારને મુક્ત અને સંબંધિત અધિકારીઓને જવાબ રજુ કરવા નિર્દેશ કર્યો છે.
સત્તા ન ધરાવતા અધિકારી રેડ અને જપ્તી કરે તો તેને અનધિકૃત પ્રવેશ, લૂંટ કે ધાડ કહેવાય : કોર્ટ
અરજદાર વેપારીની રજૂઆત હતી કે તેને જી.એસ.ટી.ની અમદાવાદ ઓફિસ દ્વારા સમન્સ આપવામાં આવ્યા હતા અને તેને બે દિવસ માટે ડિટેઇન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજકોટ અને મોરબીમાં તેની કંપનીમાં રેડ કરતા પહેલાં તેના સાત મોબાઇલ ફોન અને ત્રણ ડાયરી જપ્ત કરવામાં આવી હતી. રેડ બાદ તેની કેટલીક જપ્તી કરવામાં આવી હતી. ટેક્સની બાકી રકમની તેણે ચુકવણી કરતા તેનો ટ્રક તો છોડી દેવામાં આવ્યો હતો પરંતુ જીએસટી વિભાગે તો છોડી દેવામાં આવ્યો હતો પરંતુ જેથી કોર્ટે આ કામગીરીની આકરી જી.એસ.ટી. વિભાગે તેને ફોન અને એસ.યુ.વી. કાર પરત ન કરતા હાઇકોર્ટમાં પિટિશન કરી હતી.
ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ આર.એમ. છાયાની ખંડપીઠ સમક્ષ યોજાયેલી સુનાવણીમાં કોર્ટના ધ્યાને આવ્યું હતું કે રેડ આસિસ્ટન્ટ કમિશનર દ્વારા કરવામાં આવી હતી અને આ રેન્ક જોઇન્ટ કમિશનરથી નીચેનો રેન્ક છે. કાયદા પ્રમાણે જોઇન્ટ કમિશનરથી નીચેના અધિકારીને આવી રીતે જપ્તી કરવાની સતા નથી.જેથી કોર્ટે આ કામગીરીની આકરી ટીકા કરતાં કહ્યું હતું કે આ કામગીરી ડાકઓ જેવી છે. સત્તા ન ધરાવતો અધિકારી રેડ અને જપ્તી કરે તો તેને અનધિકૃત પ્રવેશ, લૂંટ કે ધાડ કહેવાય. જેથી સરકારે કાર અરજદારને પરત આપવાની ખાતરી આપી હતી અને કોર્ટે અધિકારીઓને જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે.