બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર શારૂખભાઇ આરીફભાઇ પરમાર (ઉ.વ ૨૬ ધંધો વેપાર રહે.લાતી પ્લોટ શેરી નં. ૮ મોરબી) એ આરોપીઓ સાહીલ સીદીકભાઇ ચાનીયા, આઝાદ સીદીકભાઇ ચાનીયા, જુનેદ ખુરેશી, હાજી ચા વાળાનો મોટો છોકરો (રહે તમામ કબીર ટેકરી મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૬ ના રોજ ફરીયાદી કબીર ટેકરી શેરી નં. ૩ માંથી પોતાના બુલેટમાં પોતાના પત્નિ તથા બાળકોને લઇને પરત ઘરે આવતા હતા ત્યારે કબીર ટેકરી શેરી નં. ૩ ના ખુણા પાસે આરોપીઓએ રસ્તા બંધ કરીને બેઠા હોય જેઓને હોર્ન મારી રસ્તો ખુલ્લો કરવા ફરીયાદીએ જણાવ્યું હતું. આરોપીઓને આ બાબતે સારુ નહી લાગતા ઉશ્કરેાઇ જઇ આરોપીઓએ ત્યાં પડેલ લાકડાનો ધોકો તથા પ્લાસ્ટીકના ધોકા અને લોખંડના પાઇપ વડે ફરીયાદીના શરીર ઉપર ઘા કરી મુંઢ માર મારી તથા ડાબા હાથની કોણી પાસે ફ્રેક્ચર જેવી ઇજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબી એ ડિવિઝન પોલીસે બનાવની ફરિયાદનાં આધારે આરોપીઓ સામે ઇ.પી.કો કલમ ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.