વૈશ્વિક મહામારી કોરોના વચ્ચે ઓક્સિજનની તાતી અછત સર્જાઈ હતી. પ્રાણવાયુ ઓક્સીજન માટે વૃક્ષો વાવવા ખૂબ જ જરૂરી હોય જેથી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંચાલિત આ સમરસતા કોવીડ કેર સેન્ટર ખાતેથી અનેક દર્દીઓ સારવાર લઈને સ્વસ્થ થયા બાદ ઘરે પરત ગયા છે જે તમામ દર્દીઓને અને તેના સગાઓને એક એક છોડ આપી વૃક્ષારોપણ કરવા સંકલ્પ લેવડાવ્યો હતો સાથે જ સમરસતા કોવીડ સેન્ટર ખાતે મેડિકલ સ્ટાફ તથા સ્વયંસેવકો દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણનું જતન કરવાનો સંકલ્પ લીધો હતો લોકો વધુને વધુ વૃક્ષ વાવે તેવી અપીલ યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ દ્વારા કરવામાં આવી છે.