મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાની સુચના તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન મુજબ પો.ઈન્સ એચ.એન. રાઠોડ તથા એ.એસ.આઈ. હીરાભાઈ તેજાભાઈ મઠીયા, પોલીસ હેડ કોન્સ. હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, પોલીસ કોન્સ. અરવિંદકુમાર ધીરજલાલ મકવાણા, પોલીસ કોન્સ. દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ વાળા, અજીતભાઈ ભુરાભાઈ સોલંકી સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન સાથે ના પોલીસ કોન્સ. ભગવાનભાઈ બાવરીયા (રહે. નવાપરા વાંકાનેર) વાળાના મકાન માં ભાડુઆત તરીકે રહેતા મહેશભાઈ સામતભાઈ જીંજરીયા (રહે નવાપરા ખડીપરા વાંકાનેર) વાળો તેના રહેણાંક મકાન મા બહારથી માણસો બોલાવી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી તીન પતીનો હારજીત નો જુગાર રમી રમાડે છે જે હકીકત આધારે દરોડો કરતાં સ્થળ પરથી ગંજીપતાના પાના તથા પૈસા વડે તીન-પતીનો હારજીતનો જુગાર રમતા જીતેષભાઈ વાલજીભાઈ ધરજીયા (ઉવ-૩૫ ધંધો મજુરી રહે જીનપરા ચંદ્રપુર રોડ વાંકાનેર જી મોરબી), અજયભાઈ ગણેશભાઈ સારલા (ઉવ-૧૯ ધંધો મજુરી રહે જીનપરા ગૌશાળા રોડ વાંકાનેર જી મોરબી), મનોજભાઈ મેરૂભાઈ રાઠોડ (ઉવ-૩૬ ધંધો મજુરી રહે નવાપરા રામકુષ્ણનગર વાંકાનેર જી મોરબી), મુકેશભાઈ રમેશભાઈ ડાભી (ઉવ-૩૯ રહે નવાપરા ખડીપરા વિસ્તાર વાંકાનેર જી મોરબી), હુસેનભાઈ વલીમહંમદભાઈ શેખાણી (ઉવ-૩૩ રહે લક્ષ્મીપરા શેરી નંબર-૩ વાંકાનેર જી મોરબી), શૈલેષભાઈ જયંતીભાઈ દલસાણીયા (ઉવ-૩૭ રહે રામકુષ્ણનગર પંચાસર રોડ વાંકાનેર જી મોરબી), સંજયભાઈ ઉર્ફે રાધે ભગવાનજીભાઈ સોલંકી (ઉવ-૩૬ રહે જીનપરા રામજીમંદીર ની પાછળ વાંકાનેર જી મોરબી), સુનીલભાઈ શંકરભાઈ સારલા (ઉવ-૨૦ ધંધો મજુરી રહે નવપરા ખડીપરા શેરી નંબર-૫ વાંકાનેર), અશ્વીનભાઈ ઉકાભાઈ મકવાણા (ઉવ-૩૬ રહે નવાપરા ગરબી ચોક વાંકાનેર), મનોજભાઈ ગીરધરભાઈ ડાભી (ઉવ-૩૦ રહે નવાપરા રામકુષ્ણનગર વાંકાનેર જી. મોરબી) વાળાને કુલ રૂપિયા ૧,૪૦,૦૦૦/- રોકડા તથા મોબાઇલ નંગ-૧૦ (કિં.રૂ.૨૯,૫૦૦/-) એમ કુલ ૧,૬૯,૫૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મહેશભાઈ સામતભાઈ જીંજરીયા (રહે. નવાપરા ખડીપરા વાંકાનેર) વાળો હાજર ન મળી આવતા તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.
આ કામગીરીમાં પોલીસ ઈન્સપેકટર એચ.એન રાઠોડ, એ.એસ.આઈ હીરાભાઈ તેજાભાઈ મઠીયા, પોલીસ હેડ કોન્સ. હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, પોલીસ કોન્સ. અરવિંદકુમાર ધીરજલાલ મકવાણા, પોલીસ કોન્સ. દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનીરૂધધસિંહ વાળા, અજીતભાઈ ભુરાભાઈ સોલંકી સહિતનાઓ રોકાયેલા હતાં.