બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદનાં રાયસંગપર ગામે મહેશભાઈ ઉર્ફે મુન્નો ભુપતભાઈ સોંઢા(ઉ.વ.૩૬) વાળો પોતાના રહેણાંક મકાને અંગત ફાયદા સારૂ બહારથી માણસો બોલાવી નાવ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની બાતમીનાં આધારે પોલીસે દરોડો કરતાં સ્થળ પરથી તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમી રમતાં મહેશભાઈ ઉર્ફે મુન્નો ભુપતભાઈ સોંઢા (ઉ.વ.૩૬), દિપકભાઈ ડાયાભાઈ ચાવડા (ઉ.વ.૩૦), હમીરભાઈ કરશનભાઈ ચૌહાણ (ઉ.વ.૫૯), જીવણભાઈ બાબુભાઈ સુરેલા, વિજયભાઈ ડાયાભાઈ ચાવડા (ઉ.વ.૩૫), ભરતભાઈ દેવજીભાઈ સોંઢા (ઉ.વ.૪૫), સંજયભાઈ બાવલભાઈ સોંઢા (ઉ.વ.૩૫) રહે. બધા રાયસંગપર તા. હળવદ વાળાઓને રોકડ રકમ રૂ. ૩૦,૧૫૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.