આમરણ ગામના ભાજપના અગ્રણીઓ હસમુખભાઇ ગામી, સુરેશભાઇ કાસુન્દ્રા, ભરતભાઈ ભાલોડિયા, તાલુકા પંચાયત સદસ્ય જાગૃતિબેન યોગેશભાઈ વાઘડીયાએ રાજ્યના આરોગ્ય મંત્રીને આમરણ ગામનાં PHCને CHCમાં અપગ્રેડ કરવા રજુઆત કરી છે, આ રજુઆત માં તેઓએ જણાવ્યું હતું કે મોરબી તાલુકાના આમરણ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. જ્યાં આજુબાજુના ૨૪ થી ૩૦ ગામના લોકો લાભ લેવા માટે આવે છે. તે ઉપરાંત, આમરણથી ૪૦ કિલોમીટરના ઘેરાવામાં એક પણ સામુહિક આરોગ્ય કેન્દ્ર આવેલ નથી. તેથી, જો આમરણ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અપગ્રેડ કરવામાં આવે તો ૨૪થી ૩૦ ગામના લોકોને બહોળો લાભ મળી શકશે અને લોકોને આરોગ્ય સુવિધાઓ મળી શકશે. તેથી, આમરણના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સામુહિક આરોગ્ય કેન્દ્ર બનાવી આપવાની તેઓએ માંગ કરી છે.