પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાનાં વરડુસર ગામના રહેવાસી બચુભાઈ રામશીભાઈ ધેણોજા(ઉં.વ.૪૮, ધંધો-ખેતી) એ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ટ્રેક્ટર નં. જીજે-૩૬-એલ-૯૫૭૬ નાં ચાલક હિતેન્દ્ર પ્રવીણભાઈ જાદવ તેનું ટ્રેક્ટર ચંદ્રપુર ગામ નજીક સર્વિસ રોડ પર પુરઝડપે ગફલતભરી રીતે ચલાવી જતો હોય અને બમ્પ આવતા જોરદાર બ્રેક મારતા ટ્રેક્ટરના પંખા પર બેઠેલ ફરિયાદીના દીકરા ભરત બચુભાઈ ધેણોજા ટ્રેક્ટરમાંથી પડી જતા યુવાનને ગંભીર ઈજા થતા તેનું મોત થયું હતું. વાંકાનેર સીટી પોલીસે બનાવની ફરિયાદનાં આધારે ટ્રેક્ટરચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.