મોરબી જીલ્લા પોલીસ વડા એસ.આર ઓડેદરાની સુચના તેમજ ડીવાયએસપી રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ પીઆઈ બી.પી.સોનારાની સુચના મુજબ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન એ.એસ.આઇ. રસિકભાઇ હીરજીભાઇ ચાવડાને ખાનગી રાહે બાતમી મળેલ કે એ.ટી.એમ. મશીનમાં છેડછાડ કરી રૂપીયા ઉપાડી લઇ છેતરપીંડી કરતી ગેંગનો નાસતો ફરતો આરોપી ગણેશ છોટેમાનભાઇ નિશાદ (રહે. દેવકલી તા.કાલપી જી. જાલૌન, ઉતર પ્રદેશ) વાળો માટેલ ગામે તા.વાંકાનેર ખાતે રહેતો હોય અને આજરોજ મોરબી નગર દરવાજા પાસે કોઇ કામ સબબ આવેલ હોવાની બાતમી મળેલ હોય જે બાતમીનાં આધારે એ.એસ.આઇ. રસિકભાઇ ચાવડા, પો.હેડ.કોન્સ. મહાવિરસિંહ પરમાર, પો.કોન્સ. આશીફભાઇ ચાણક્યા વગેરે દ્વારા વોચ ગોઠવી આ નાસતા ફરતા આરોપી ગણેશ છોટેમાનભાઇ નિશાદને ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આમ, છેલ્લા દોઢ વર્ષથી એ.ટી.એમ. મશીનમાં છેડછાડ કરી રૂપીયા ઉપાડી લઇ છેતરપીંડી કરતી ગેંગના નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી એ ડીવીઝન પોલીસને સફળતા મળી છે.
આ કામગીરીમાં એ.એસ.આઇ. રસિકભાઇ ચાવડા, જનકભાઇ મારવણીયા, પો.હેડ.કોન્સ. મહાવિરસિંહ પરમાર, મહેન્દ્રસિંહ ઝાલા, પો.કોન્સ. આશીફભાઇ ચાણક્યા, રમેશભાઇ કાનગડ, વિગેરે રોકાયેલ હતા.