રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ જડેશ્વર મહાદેવ મંદિર પર બે પૂજારીએ કબજો કર્યો હોવાની મંદિરના ટ્રસ્ટીએ નોંધાવી ફરિયાદ
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીનાં રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ જડેશ્વર મહાદેવ મંદિરનાં ટ્રસ્ટી યશવંત મણીલાલ જોષી (ઉં.વ.૫૪)એ આરોપી પુજારી હર્ષદગીરી ગોવિંદગીરી ગોસ્વામી અને રજુગીરી ગોવિંદગીરી ગોસ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે પૂજારીઓનો મંદિર ટ્રસ્ટની મિલકત કોઈ હિસ્સો ન હોય છતાં પણ તમામ મિલકત પર અંગત ઉપયોગ કરી દબાણ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદનાં આધારે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ની કલમ મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.