પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી ગ્રામ્ય મામલતદાર દિવ્યરાજસિંહ જાડેજાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપીઓ ડુંગરભાઇ ડાયાભાઇ પરમાર , જગદીશભાઈ ડાયાભાઇ પરમાર અને રતિલાલ ડાયાભાઇ પરમાર રહે. બધા ખાનપર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ ખાનપર ગામમાં ગામ સર્વે નં.૬૫૭ પૈકી ૧૮ ની સરકારી ખરાબાની જમીનમાં અનઅધિકૃત રીતે કબ્જો કરી દબાણ કર્યુ હોવાની ફરિયાદ નોંધાવી છે. મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ ડીવાયએસપી રાધિક ભારાઇ ચલાવી રહ્યા છે.