Sunday, November 24, 2024
HomeGujaratમોરબી : મધ્યપ્રદેશની ભૂલી પડી ગયેલ યુવતીનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવતું...

મોરબી : મધ્યપ્રદેશની ભૂલી પડી ગયેલ યુવતીનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર

પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા. ૧૨-૬-૨૦૨૧ મધ્યપ્રદેશની યુવતી તેના ભાઈ સાથે એમ.પી. થી આવી હોય અને રસ્તામાં મોરબી જીલ્લાના હળવદ બસ સ્ટેંડ પર બસ સ્ટોપ થતા યુવતી નાસ્તો લેવા માટે ઉતરેલ અને બસ નિકળી ગઇ હતી જેથી તે યુવતી બીજી બસમાં ભુલથી ચડી ગયેલ અને કોઇ અજાણી વ્યક્તીએ યુવતીને રડતા જોતા ૧૮૧ વુમન હેલ્પ લાઈનને ફોન કરતાં ૧૮૧ વુમન હેલ્પ લાઈન દ્રારા યુવતીને સખી વન સ્ટોપ સેન્ટર પર રીફેર્ડ કરવામાં આવેલ. યુવતીની ઉંમર ૧૪ વર્ષની હોય અને ખુબ જ ગભરાય ગયેલ હતી. સખી વન સ્ટૉપ સેન્ટરના સ્ટાફ દ્રારા યુવતીને ઘર જેવો પ્રેમ, હુંફ અને આશ્રય આપવામાં આવ્યો હતો. સતત કાઉંસેલિંગ કરતા જાણવા મળેલ કે મધ્ય પ્રદેશના અલિરાજપુરના સેવારીયા ગામના વતની છે. ભાઈનું કોઇ નંબર કે સરનામુ ન હોવાથી સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફ દ્રારા એમ.પી. ના એમ.એલ.એ.નો સંપર્ક કરી તેમના ગામના સરપંચની માહીતી મેળવવામાં હતી તેઓએ તેમના માતા-પિતાને જાણ કરીને અને એમ.પી. થી તેમના માતા-પિતાને વન સ્ટૉપ સેંટર ખાતે બોલાવવામાં આવેલ. યુવતીને ૫ દીવસ સુધી વન સ્ટોપ સેંટર ખાતે આશ્રય આપવામાં આવેલ.અને યુવતીના માતા-પિતા સખી- વન સ્ટૉપ સેંટર ખાતે આવેલ. તેઓ તેમની દીકરીને જોઈને ખુબ જ રાજી થઈ ગયેલ. ત્યારબાદ ડોક્યુમેંટની તપાસણી કરી તે યુવતીનો કબ્જો તેમના માતા-પિતાને સોંપવામાં આવ્યો. યુવતીએ તથા તેમના માતા-પિતા એ સખી- વન સ્ટૉપ સેંટરનો ખુબ જ આભાર વ્યક્ત કર્યો છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!