Sunday, December 22, 2024
HomeGujaratમોરબી-વાંકાનેરમાં અપમૃત્યુનાં ચાર બનાવો

મોરબી-વાંકાનેરમાં અપમૃત્યુનાં ચાર બનાવો

મોરબી : સિવિલ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન અજાણ્યા પુરુષનું મોત

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સિવિલ હોસ્પિટલમાં એક અજાણ્યો પુરુષ ગત તા. ૨૩ ના રોજ સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં દાખલ થયેલ હોય જેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવની જાણ મોરબી એ ડીવીઝન પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીનાં મયુર પુલ પરથી અર્ધ બેભાન અવસ્થામાં મળેલ યુવાનનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મયુર પુલ ઉપરથી ગઈકાલે તા.૨૪ ના રોજ આશરે ૩૦ થી ૩૫ વર્ષની ઉંમરનો એક અજાણ્યો પુરુષ અર્ધ બેભાન હાલતમાં મળી આવ્યો હતો. અજાણ્યા પુરુષને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં હતો જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેર : મહિકા ગામે વીજશોક લાગતા વૃદ્ધનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના મહિકા ગામે રહેતા અને ખેતીકામ કરતા બાદી હુસેનભાઇ મહમદભાઇ (ઉં.વ.૫૬) પોતાની વાડીએ ખેતી કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ઇલેક્ટ્રિક શૉક લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

વાંકાનેર : અગમ્ય કારણોસર યુવાનનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરનાં સીટી સ્ટેશન રોડ પર રહેતા મહમદ સલીમ ઉર્ફે બાબુ મંજુરઅલી શેખ (ઉં.વ.૩૨) નામનો યુવાન પોતાના ઘરે એકલો રહેતો હોય ગઈકાલે તા. ૨૪નાં રોજ કોઈ કારણસર તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!