મોરબીનાં સામાજીક કાર્યકરો રાજુભાઈ દવે, જીજ્ઞેશભાઈ પંડ્યા, જગદીશભાઈ બાંભણીયા, જનક રાજા, અશોક ખરસરીયાએ મોરબી સીવીલ હોસ્પિટલમાં ડૉક્ટરોની ખાલી પડેલી જગ્યાઓ તાત્કાલિક ભરવા રાજ્યનાં મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે. રજુઆત કરતા તેઓએ જણાવ્યું હતું કે મોરબીમાં જીલ્લા કક્ષાની સીવીલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડૉક્ટર, તથા સ્કિન સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની જગ્યા ઘણા સમયથી ખાલી પડી છે. જેને કારણે લોકોને ના છુટકે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે જવું પડે છે. તથા રેડિયોલોજિસ્ટ ડૉક્ટરની જગ્યા પણ ખાલી પડી હોય ગર્ભવતી મહિલાઓને ખાનગી હોસ્પિટલમાં સોનોગ્રાફી માટે દોડવું પડે છે. ત્યારે રાજ્ય સરકાર આ રજુઆતને ધ્યાનમાં લઈ તાત્કાલિક યોગ્ય કરવા અને ડૉક્ટરોની ખાલી જગ્યાઓ ભરવા માંગ સાથે રજૂઆત કરી છે.