મોરબી જીલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જુન માસને સરકાર દ્વારા મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને આ માસ દરમ્યાન મેલેરિયા અટકાયતી વિવિધ પ્રવૃતિઓ ઉપરાંત મેલેરિયાથી તકેદારી રાખવા જનજાગૃતિ વગેરે પ્રવૃતિઓ ઝુંબેશના રૂપમાં કરવામાં આવે છે જેમાં મોરબી જિલ્લામાં જીલ્લા વિકાસ અધિકારી પી. જે. ભગદેવની સુચના મુજબ તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરાના માર્ગદર્શન મુજબ તથા જીલ્લા મેલેરિયા અધિકારી ડો. સી. એલ. વારેવડીયાના આયોજનના અનુસંધાને જુન માસની ઉજવણીની પ્રવૃતિઓનો શરૂઆત થી જ ધમધમાટ ચાલુ કરી દીધેલ હતો, જેમાં મોરબી જીલ્લામાં પખવાડીક ધોરણે સર્વેલન્સ કરવામાં આવેલ, જુન ૨૦૨૧ માસ દરમ્યાન સર્વેલન્સના બે રાઉન્ડનું આયોજન કરેલ હતું, આ સર્વેલન્સ માટે ૨૨૪ પુરુષ આરોગ્ય કાર્યકર. ૨૨૯ સ્ત્રી આરોગ્ય કાર્યકર, ૮૬૨ આશા બહેનો, ૩૩ મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઈઝરો, ૨ મેલેરિયા ટેકનીકલ સુપરવાઈઝર મળી જીલ્લાના કુલ ૧૩૫૦ કર્મચારીઓ અને આશા બહેનોને આ કામગીરી સોંપેલ હતી, અને ૬૭૫ ટીમોની રચના કરેલ હતી .તેમજ અન્ય સુપરવાઈઝર તથા મેડીકલ ઓફિસરો અને જિલ્લાનાં અધિકારીઓને આ કામગીરીનું સુપર વાઈઝન સોપવામાં આવેલ હતું આ જુન માસ દરમ્યાન જીલ્લાના તમામ ઘરોમાં મેલેરિયા સઘન સર્વેલન્સ તેમજ ઘરની અંદરના ઘર વપરાશના ભરેલા પાણીના પાત્રોમાં એબેટનું દ્રાવણ નાખી મચ્છર ઉત્પતી અટકાવવાની પ્રવૃતિઓ, તેમજ શંકાસ્પદ મેલેરિયા ચિહ્નો ધરાવતા વ્યક્તિઓના લોહીના નમુના લઇ લેબોરેટરી પરીક્ષણ, ઉપરાંત આગામી ચોમાસાને અનુલક્ષીને ઘરની અગાસી કે ફળિયામાં પડેલ જુના કાટમાળ અને નકામી વસ્તુમાં કે જ્યાં પાણી ભરાય તેમ હોય તેમનો યોગ્ય નિકાલ કરવાની કામગીરી ઉપરાંત ગામની આજુબાજુના પાણીના જળાશયોમાં ગપ્પી અને ગંબુશિયા નામની માછલીઓ મુકવાની કામગીરી કરવામાં આવેલ છે. તેમજ બહારના નાના મોટા ખાડા, ખાબોચિયામાં બી.ટી.આઈ. દવાનો સ્પ્રેની કામગીરી કરી મચ્છરનો ઉપદ્રવ અટકાવવાની કામગીરી પણ કરવામાં આવેલ છે.
આ ઉપરાંત સર્વેલન્સ દરમ્યાન વ્યક્તિગત મુલાકાતથી મેલેરિયા જનજાગૃતિ કરવામાં આવેલ. ઉપરાંત સાહિત્ય વિતરણ તથા સધારાની વિવિધ પ્રવુતીઓથી આરોગ્ય શિક્ષણ આપવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં આ મહિનામાં કુલ ૨,૦૪,૨૩૩ ઘરમાં ૧૦,૨૫,૫૪૩ વ્યક્તિઓની ચકાસણી કરી સર્વે કરવામાં આવ્યો હતો જેમાં મચ્છર ઉત્પતિ સ્થાનોની સંખ્યા ૭,૬૯,૫૦૮, મચ્છરનાં પોરાની સંખ્યા ૨૨૮૬,મચ્છરનાં પોરા જોવા મળેલ પાત્રોની સંખ્યા ૨૫૭૫,પોરાનાશક દવા નાખેલ પાત્રોની સંખ્યા ૪,૦૫,૮૩૫, નાશ કરેલ મચ્છર ઉત્પતિ સ્થાનોની સંખ્યા ૬૯૭૦,શંકાસ્પદ તાવનાં કેસોની સંખ્યા ૩૬૩૪ અને તે પૈકી મેલેરિયા પોઝીટીવ કેસો ની સંખ્યા એક જોવા મળી હતી મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસા પૂર્વે કરાયેલા આ સર્વેમાં રોગચાળો અટકકવવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.