પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના નાની વાવડી ગામે મંદિર નજીક રહેતા રમણીકભાઈ હીરાભાઈ ઉભડીયા (ઉ.વ.૩૦) એ આરોપી દીપકભાઈ પડસુંબીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી દીપકભાઈએ ફરિયાદી રમણીકભાઈના મકાનની એલ્યુમિનિયમની બારી ત્રણ વર્ષ આગાઉ બનાવેલ હોય જેના રૂપિયા ફરિયાદી રમણીકભાઈએ આપી દીધેલ હોય છતાં રૂપિયા માંગી ગાળો આપી જાતીપ્રત્યે અપમાનિત કરી લાકડાના ધોકા વડે માર મારી મુંઢ ઈજા પહોંચાડી ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે