પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૪નાં રોજ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન ખરેડા ગામની સીમમાંથી આરોપી મહેશભાઈ ઘનશ્યામભાઈ હમીરપરાને હોન્ડા કંપનીનાં હોર્નેટ બાઈક નં. જીજે-૩૬-એબી-૩૫૦૮ માં પ્લાસ્ટિકનાં બાચકામાં દેશી દારૂ લીટર ૫૦ (કિં.રૂ.૧૦૦૦/-)ની હેરાફેરી કરતાં ઝડપી પાડ્યો હતો. પોલીસે દેશી દારૂ અને બાઈક (કિં.રૂ ૮૦,૦૦૦/-) મળી કુલ રૂ. ૮૧,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.