Friday, April 26, 2024
HomeGujaratમોરબીના પત્રકારના બાઇકની ઓફિસ નીચેથી ચોરી

મોરબીના પત્રકારના બાઇકની ઓફિસ નીચેથી ચોરી

મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી બાઈકચોરી ગેંગ સક્રિય થઈ છે ત્યારે ધોળા દિવસે બાઇક ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે જેમાં આજે મોરબીના પત્રકાર અતુલ જોશીના હીરોહોન્ડા બાઇક નમ્બર GJ-03-HP-0002 ચોરી થઈ ગયું હતું.આ ઘટનામાં આજે સવારે આશરે 9:15ની આસપાસ પત્રકાર અતુલભાઈ જોશી પોતાની રવાપર રોડ પર ઘનશ્યામ પ્લાઝામાં આવેલી ઓફિસ ગયા હતા બાદમાં 9:45 ની આજુબાજુ નીચે ઉતરી રિપોર્ટિંગ માટે જવા બાઇક લેવા આવ્યા ત્યારે બાઇક ત્યાંથી ગુમ થયું હતું જો કે આ બાઇક ગુમ થયાની નોંધ કરાવી પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે તો બીજી બાજુ એલસીબી પોલીસ દ્વારા સીસીટીવી ના આધારે બાઇક ચોરને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!