રચાયેલા ગીત-રચના જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીને મોકલી આપવી
ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામની સ્થાનિક ઘટનાઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને ઉજાગર કરી તેમના સ્વાતંત્ર્ય પ્રાપ્તિના પ્રદાનને બિરદાવવા માટે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવે છે.
આ કાર્યક્રમ અંતર્ગત ભારત સરકાર દ્વારા સ્થાનિક ક્ષેત્રની બોલી અને ભાષામાં સ્વાતંત્ર્ય સેનાનીઓ, સ્વાતંત્ર્ય કાર્યક્રમો અને તેમની ગાથાઓના વર્ણનને આવરી લેવામાં આવે તેવા ગીતોની રચના ઉજવણીના ભાગ રૂપે મંગાવવામાં આવેલ છે.
મોરબી જિલ્લાના ઇચ્છુક કવિ/ગીતકારને આ વિષયલક્ષી ગીતની રચના તથા નામ, સરનામું, મોબાઇલ નંબર, તથા ઇ-મેઈલ એડ્રેસની વિગતો સાથે તા. ૧૧ જુલાઇ ૨૦૨૧ બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં ટાઈપ કરીને પીડીએફ ફાઇલ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીના email id: [email protected] પર મોકલી આપવા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.