મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના ઇન્ચાર્જ પીઆઈ વી. બી .જાડેજાની સૂચનાથી જીલ્લામાં સગીરવયના બાળકોના થયેલ અપહરણના ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ સ્ટાફને સુચના મળતા મોરબી તાલુકા પોલીસ મથકના દોઢ વર્ષ અગાઉનાં અપહરણનાં ગુનાનો આરોપી કિશન રમેશચંદ્ર મેઘવાલ (રહે-રાજસ્થાન) વાળા તથા ભોગબનનારને રાજસ્થાનના કોટા જીલ્લાના રંગવાડી વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા તો છ માસ અગાઉ નોંધાયેલા અપહરણના ગુનાનો આરોપી સતેન્દ્રકુમાર બ્રિજેશકુમાર ઉર્ફે બ્રજનાથ રાજભર (રહે-પંજાબ લુધિયાણા) તથા ભોગબનારને ઉતરપ્રદેશ ખાતેથી ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
આ કામગીરીમાં મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમનાં પીઆઈ વી. બી. જાડેજા, પીએસઆઈ વી. કે. કોઠીયા, હીરાભાઈ ચાવડા, દશરથસિંહ ચાવડા, નંદલાલ વરમોરા, અશોકસિંહ ચુડાસમા, આરતીબેન ચાવડા, હસમુખભાઈ વોરા, અશ્વિનભાઈ ચાવડા સહિતના રોકાયેલા હતાં