મોરબીમાં DySP કચેરી ખાતે અગ્રણીઓએ વન મહોત્સવ અંતર્ગત આજે તા. 8ના વૃક્ષારોપણ કરી કરી વન મહોત્સવ ઉજવ્યો હતો
જેમાં વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત 50થી વધુ વૃક્ષો કચેરીના પટાંગણમાં અને કચેરીની આજુબાજુના વિસ્તારમાં વાવવામાં આવ્યા હતા. આ કાયર્ક્રમમાં અધિક કલેક્ટર કેતન જોશી, પોલીસ વડા સુબોધ આર. ઓડેદરા, DySP રાધિકા ભારાઈ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, ડેપ્યુટી કલેક્ટર એસ. જે. ખાચર, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મોરબી નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા, જિલ્લા આરોગ્ય અધિકારી જે. એમ. કતીરા, LCB-SOG સહિતના પોલીસ સ્ટાફ સહીતના લોકો દ્વારા વૃક્ષો વાવવામાં આવ્યા હતા.