પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૧૩નાં રોજ ટંકારા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન બાતમીના આધારે ટંકારા તાલુકાનાં ખાખરા ગામે આવેલ પ્રાથમિક શાળા પાછળ આરોપી પ્રફુલ ચનાભાઈ અઘારીયાનાં રહેણાંક મકાનમાં દરોડો પાડી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલો નંગ ૦૫ કિં.રૂ.૧૦૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો જ્યારે આરોપી પ્રફુલ હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.