મોરબી : રાજેશ અંબાલિયા એ બી.કોમ પૂર્ણ કર્યા બાદ વર્ષ 2004 માં શ્રી એ.ડી. શેઠ ડિપાર્ટમેન્ટ ઓફ જર્નાલીઝમ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માંથી માસ્ટર ઓફ જર્નાલીઝમ એન્ડ માસ કમ્યુનિકેશન પૂર્ણ કર્યું હતું. રાજેશભાઇ એ ઇન્ટરનશીપ રાજકોટ આકાશવાણી (રેડીઓ) માં લીધી અને ત્યાર બાદ તેઓએ ભુજ ખાતેથી પ્રસિદ્ધ થતા કચ્છ ઉદય દૈનિક ન્યુઝ પેપર થી પત્રકારત્વની શરૂઆત કરી હતી. થોડા સમય બાદ તેઓ એ મોરબી ખાતે પરત આવી અલગ અલગ મેગેજીન અને ગુજરાતી તેમજ અંગ્રેજી દૈનિક વર્તમાન પત્રોમાં કામ કર્યું. વર્ષ 2007 માં તેઓ અમદાવાદ ખાતે હિન્દી નેશનલ ન્યુઝ ચેનલ આઈ.બી.એન. 7 માં જોડાયા. ટીવી મીડિયામાં જોડાતાની સાથે જ 2007 માં આવેલ વિધાનસભા ઇલેક્શન સમયે બોગસ ઇલેક્શન કાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને કૌભાંડ અટકાવ્યું હતું ત્યાર બાદ તેમણે અમદાવાદ માં પાંચ વર્ષ સુધી વિધાનસભા અને લોકસભા ઇલેક્શન, અમદાવાદમાં થયેલ શ્રેણીબંધ બૉમ્બ બ્લાસ્ટ તેમજ આશારામ આશ્રમમાં અપ મૃત્યુ પામેલ અભિષેક, દીપેશ ના કેસમાં રિપોર્ટિંગ કરી સારી નામના મેળવેલ. ત્યાર બાદ રાજેશભાઇ એ રાજકોટ ખાતે પણ રાષ્ટ્રિય ન્યુઝ ચેનલના પ્રતિનિધિ તરીકે કામ કર્યું. હાલમાં તેઓ મોરબી જીલ્લામાં ટીવી9 ના પ્રતિનિધિ તરીકે ફરજ બજાવી રહ્યા છે સાથે સાથે દેશની નંબર વન હિન્દી નેશનલ ન્યુઝ ચેનલ આજતક તેમજ BBC ગુજરાતીમાં પણ પોતાની સેવા આપી રહ્યા છે. આજે તેમના પુત્ર શિવમનો પણ છઠ્ઠો બર્થડે હોવાથી પુત્ર શિવમ ને જીવનમાં ખૂબ આગળ વધવાના આશીર્વાદ આપી રહ્યા છે. રાજેશભાઇ મળતાવળા સ્વભાવના કારણે બોહળો મિત્ર વર્તુળ ધરાવે છે. આજે તેમના જન્મ દિવસ નિમિત્તે મિત્રવર્તુળ, સગાસંબંધીઓ અને પરિચિતો તેમના મોબાઈલ નંબર 9925259165 પર શુભેચ્છાઓ નો ધોધ વરસાવી રહ્યા છે.